સાથ જોઈએ
સાથ જોઈએ
1 min
13.4K
કેવું બનાવ્યું તે આં જગતને કે તેમાં તારો સાથ જોઈએ !
તારા સાથ અને સંગાથ સાથે પૂર્ણ થાય જિંદગી
તો પણ તારો સાથ જોઈએ !
ઝરણાંને પૂછ્યું તને કોનો સાથ જોઈએ?
ખુલ્લા ગગનમાં ખળખળ વહું છું તોય,
સાગરને મારો નાદ સંભળાતો નથી.
મળવા માટે નદીનો સાથ જોઈએ !
ધરાને પૂછ્યું તને કોનો સાથ જોઈએ ?
ગગન તારા ઉંચા પાણી એમ કહીને વાતને એને ટાળી,
આકાશને સ્પર્શવા માટે મારે વર્ષા નો સાથ જોઈએ!
માનવીને પૂછ્યું તને કોનો સાથ જોઈએ ?
સાથે સદા રહેજો કહીને માગ્યું સર્વસ્વ..
ક્યારેય એકલી ના રહું એ માટે મારે
હમેશા ઈશ્વર નો સાથ જોઈએ.!
