કવિતા
કવિતા
1 min
27.7K
હું માંગુ અને તું આપી દે ઇશ્વર, એવો તું નાદાન નથી
હું છીનવી લઉ કોઇના ભાગ્યનું , એવો પણ હું બળવાન નથી
ભરોસો તારા પર છે, ખુદથી પણ વિશેષ
બનાવીશ આસ્તિક કે પછી નાસ્તિક જ છે શેષ
છોડું છું તારા પર, કારણ કે તું છો અનાથનો નાથ
જીવન મારું સુધરી જાય જો મને મળે એમનો સંગાથ
દયાભાવથી નથી જોઈતું મારે, નથી જોઈતી કોઈની મહેરબાની
મારા ભાગનું મને આપી દે, પછી નહીં કરું પાછીપાની
સપના તો મેં પણ જોયા છે, પણ નથી થયાં પુર્ણ
પામી જાઉં તને તો મારું જીવન થાય સંપુર્ણ
