રહસ્યમય રહસ્ય છું
રહસ્યમય રહસ્ય છું
1 min
14.7K
શું કરું ? રહસ્યમય રહસ્ય છું
માટે જ ભેદીને હું ભેદી રાખું છું,
જીવતે જીવ શ્રાદ્ધ કરી નાખ્યું કો'કે મારું
માટે જ તો ખુદને મૃત માનું છું !
ભલે રીત હું અલગ રાખું છું,
પણ લોકોની મુસકાન જોવા માગું છું !
ભલે લાગણી હોઈ કે પ્રેમ
લોકોની જેમ દેખાડો કયાં કરું છું.
લોકોને ખુશ જોવા માગું છું
માટે જ તેમનાથી દૂર રહું છું !
ભીતરમાં થતો તડફડાટ "ઔદેસી"
એ કયાં હું કોઇને જણાવું છું !
