STORYMIRROR

Nayana Bambhaniya

Inspirational Others

4  

Nayana Bambhaniya

Inspirational Others

મારી કરમ કહાણી

મારી કરમ કહાણી

1 min
27K


સમયના તુટેલા દર્પણમાં જોતા, ખુદ હુ તુટી જાવ છું

એજ દર્પણમા જોતા જોતા પાછો હું મારામા જ ખોવાવ છુ.


શુ લખવી મારી કરમ કહાણી. એતો લખનાર વિધી જાણે,

ગુજારતૉ રહુ જીંદગી ગમગીનીમા, છતા હુ હરખાવ છુ.


અવળા આવે વિચારૉ મને, સાથ કદી ના આપુ હું,

ડર હવે નથી કશાનો મને, મોતથી પણ ના ગભરાવ છુ.


વીખેરાઇ જશે વાદળો બધા, કાલ આ કાળપ તણા,

સોનેરી સુરજ ઉગશે અંતે એ આશાએ જીવી જાવ છુ.


મનને સ્થિર રાખવા કવિતા કુદરતની કર્યા કરુ,

એજ અરજ સુણશે એ ભાવે.ગીત કાયમ ગાવ છુ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational