STORYMIRROR

Kalpesh Patel

Inspirational

3  

Kalpesh Patel

Inspirational

પહેલું અમૃતબિંદુ

પહેલું અમૃતબિંદુ

1 min
440

કોયલ ટહુકે, કિરણ પ્રગટ્યું પહેલી જૂનની પ્રભાતે,

પંખીઓ કરે કલશોર આ કરફ્યુમાં ઊગતા કિરણે,


સર્વત્ર વ્યાપી છે હતાશા, મહિનાની પહેલીની પ્રભાતે,

ઝણકતી નથી કોઈ મંદિરે ઝાલર પણ, આ કોરોના બંધે,


કરફ્યુમાં પણ છે, આ નવપલ્લિત ધારા પ્રભાતે,

કળીઓ બની રહી છે ફૂલ, મહેકવા આંગણે પ્રભાતે,


સૂરજે નથી પાળ્યો થમી કોઈ પળ આ લોકડાઉને ..

છતાં,

કંચન નથી થતું, મેલુ મન મ્હારું આજની પ્રભાતે,


રડે છે મારી આંખ કોરી ધાક્ક્ડ રહી રોજ સવારે

રૂવે બાપડું ઝાકળબિંદુ ફૂલે મોતી બની મારે આંગણે,


કહે કાનમાં ભૂલ જૂનું, નવું ઘણું છે, આજના કિરણે,

..હું ..હું કરતો ભૂલ્યો છું, 'તું' તાતને, રાખી નિયતિને કોરાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational