STORYMIRROR

Hansa Shah

Romance

4  

Hansa Shah

Romance

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

1 min
276

વરસાદની રાત હતી પહેલી એ મુલાકાત હતી,

એક વાક્ય સતત કાનમાં પડઘાય છે, 

વરસો જૂની વાત ધ્યાન દોરી જાય છે,

 

વરસાદની રાત હતી પહેલી મુલાકાત હતી,

એ રણકો આજે પણ અનુભવાય છે,

આ હૈયાને ભૂતકાળમાં ખેંચી જાય છે,


વરસાદની એ રાત પહેલી મુલાકાત હતી, 

પહેલો પ્રેમ કદાચ આને જ કહેવાય છે,

સમજુ વ્યક્તિ નાસમજ બની જાય છે,


વરસાદની એ રાત હતી પહેલી મુલાકાત, 

સઘળું ત્યજી આગળ વધી શકાય છે ?

ફરી લાગણીઓ બાજી મારી જાય છે,


વરસાદની એ રાત કેટલી મુલાકાત હતી,

યાદોની દુનિયામાં આ હૈયું અટવાય છે,

શું જીવન ખરેખર ત્યાં થંભી જાય છે ?

વરસાદની રાત હતી પહેલી મુલાકાત હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance