Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Drama

4.0  

Rajeshri Patel

Drama

પહેલો દિવસ

પહેલો દિવસ

1 min
201


જતા નાના પગલે મસમોટી બસમાં,

છૂટી ગયો હાથ તે દિન તારો માઁ,

મળ્યા નવા દોસ્તો એ મુસાફરીમાં,

યાદ હજુ મને એ સ્કૂલનો પહેલો દિવસ,


રડ્યો કેમ ત્યારે નહીં ખબર આજ દીન,

પણ, છાનો રહ્યો હું એક જ ચોકલેટથી,

રમતો હું ધૂળની ઢગલી સંગ,

ક્યાંથી પડે રસ મને પાટી સંગ,

યાદ હજુ મને એ સ્કૂલનો પહેલો દિવસ,


ઘૂંટ્યા બહુ પાટીમાં કક્કા - બારાખડી,

જો ના આવડે તો ઠોઠ હું કહેવાતો,

એ કક્કો જ શીખતાં લાગ્યું વરસ,

યાદ હજુ મને એ સ્કૂલનો પહેલો દિવસ,


વીતેલા એ દિન જો મળે ફરી,

જીવી લઉં તો નિખાલસ બાળપણ ફરી,

બાળપણ ને સ્કૂલ બની ગયા યાદી,

યાદ હજુ મને એ સ્કૂલનો પહેલો દિવસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama