STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

પહેલી મે નું ગાણું

પહેલી મે નું ગાણું

1 min
159

પહેલી મે નું ગાણું…..


સાત સૂરોનું ભાથું બાંધી ,  ગાશું એક જ ગાણું

  પહેલી મે નું  ટાણું

  લાખેણું નઝરાણું… લાખેણું નઝરાણું

 

ધન્ય! ગુર્જરી પ્યારી મૈયા

દીધાં સાગર હૈયાં

સ્નેહ સમર્પણ સાવજ ત્રાડે

રંગે જાત જ છૈયાં

 

હાક દીધી ઈન્દુચાચાએ

ગર્જ્યા  સાગર ગુર્જર

જોમ સીંચ્યા ઑગષ્ટ ક્રાન્તિએ

ગાજ્યા ઘોષ જ અંબર

 

દીપમાળાઓ ઝગમગ ઝગમગ

દે   દાદા   આશિષું

તીર્થભૂમિના   સ્પંદન    ઝીલી

ધન્ય! માતના શિશુ

 

લીલુડી  ભાતે  ખીલે  ખેતર

ઠારે આંખ જ માડી

શ્વેતક્રાન્તિની ગંગા વહેતી

સીંચે  શૈશવ વાડી

 

વીર વલ્લભ ને ગાંધી બાપુ

વિશ્વ  અખિલના તારા

મૂક  દાનવીર કરે  સંકલ્પ

ગુર્જર  ગૌરવ  ન્યારાં

 

પ્રેમ અહિંસા આદર હૈયે

દ્વારે સ્વાગત શાણાં

જ્યાં વસીએ તેના જ થઈએ

હૈયે  ગુર્જર  ગાણાં(૨)


રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational