ફાસ્ટફૂડ
ફાસ્ટફૂડ
ખાય છે વધારે ફાસ્ટફૂડ યુવક-યુવતી,
થાય અસર ખાદ્યની, ન રહે સારી વૃત્તિ,
વપરાય વધુ બર્ગર-પીઝાને કોલ્ડ્રિંકસ,
બગડે શરીર ને થાય માનસ સંકુચિત,
બગડતું દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય લોકોનું,
બનતું શરીર ઘર બીમારીનું ને વિચલિત,
ખાવ ખોરાક સાદો ને, કરો નિયમિત કસરત,
પીવો લીંબુ-વરિયાળીને છાશ કેરું પીણું,
ખાવ ઓછું મીઠું, ખાંડ ને વાનગી મેંદાની,
કદી ન બગડે તબિયત ને મન રહે પ્રફુલ્લિત,
કરો યોગ-પ્રાણાયામ ને ઉપવાસ નિયમિત,
ખાવ ફળ, કઠોળને બનાવો જીવન સંયમિત.