STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

ફાગણ આયો રે....

ફાગણ આયો રે....

1 min
1.0K




આયો આયો ફાગણ આયો રે,

લાયો લાયો કેસૂડાં નો રંગ લાયો રે,


વાયો વાયુ વસંતી રંગભીનો,

ભીંજે આજ પાલવડે નેહ ચૂમે.


રૂડા આંબલિયા ડાળ, કરે કોકિલ ટહુકાર,

ઘેરો ઘેરો પંચમ સરગમ સૂર છાયો રે.


રંગ કેસરિયો લાલ, ઊડે અબીલ ગુલાલ,

હોલી ખેલો સખીરી, શુભ દિન આયો રે.


ભરી પિચકારી હાથ, સાથી સખી નો સાથ,

મન ભરી રમે રે, ખેલૈયા સંગ હર નર નારી રે.


ગાજે ઢોલને મૃદંગ, બાજે પાયલ છમ છમ,

આજે ભાવના ઉર આનંદ, ફાગણ આયો રે ....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Classics