પહાડો
પહાડો


પહાડો મને બોલાવે છે,
ઊંચેથી હાસ્ય રેલાવે છે,
મનડું મારું ડોલાવે છે,
મોસમ પણ સૂર પુરાવે છે,
વાદળી સ્નેહ વરસાવે છે,
મેઘધનુષી રંગો લાલ જાજમ બિછાવે છે,
કિનારો સરોવરનો પોકારે છે,
આસમાની તરંગો મને છાવરે છે,
આ પર્વતો મારી સાથે વાતો કરે છે,
રોજ શમણાંમાં મુલાકાતો કરે છે,
આવ તને ઊંચેરી ટોચ પર બેસાડું,
કુદરતી ખોળામાં ઘડીક રમાડું,
ફળ-ફળાદિના ભોજન જમાડું,
યાંત્રિક જીવનથી દૂર ભગાડું,
વરસતા વરસાદથી તને ભીંજાવું,
વહેતા ઝરણાના નીરથી રીઝાવું,
ચાલ તને ખુલ્લા આકાશમાં લઈ જાવું,
ક્રિડાંગણ કુદરતનું બતાવું,
નિલ ગગનની ચાદર ઓઢાડું,
પ્રકૃતિનો ખજાનો આ સુંદર પહાડો,
બસ નિરખ્યા કરું આખો દહાડો,
આ પર્વતો મને ખૂબ ગમે છે,
ઘટાઓ આગળ એમની શીશ નમે છે.