પધારે તો સારું
પધારે તો સારું
બાગની શોભાને વધારે તો સારું,
બાગમાં મારા પધારે તો સારું,
દોષના મઝધારને આપે કોઈ
નાવ ડૂબે કિનારે તો સારું
સૌ વ્યથાઓ ઠાલવી નાખું દિલની,
ખુદ સનમ પાલવ પ્રસારે તો સારું,
હર વખત એ હોય ખયાલો તારા,
દિલ તને મારું વિસારે તો સારું,
શબ્દમાં રમમાણ ને ગઝલોમાં લીન,
આ 'શરદ' બીજું વિચારે તો સારું.