STORYMIRROR

Author Sukavya

Romance Others

4  

Author Sukavya

Romance Others

પડકાર તારો ને મારો

પડકાર તારો ને મારો

1 min
232

રહુ છુંં સદાય તેની સાથે,

પણ, તેના અંતર-આત્માને જાણી નથી શક્તી,


પ્રેમ હું પણ કરૂ છું, અને તે પણ,

પરંતુ, તેનો ભાવર્થ હું સમજી નથી શક્તી,


શોધે છે તે પોતાને પોતાનામાં જ,

જાણવા છતા હું જણાવી નથી શક્તી,


જોવુ છું તેનો સઘળો પ્રયાશ, આ જિંદગી સાથે

લડે છે એકલો પણ, સાથે છું,

સદાય તે બતાવી નથી શકતી,


દાદ દઉં છું તેની હિંમતને સન્માન સહ,

પણ, હિંમત તેની બની નથી શકતી,


માંગુ છુંં કંઇક કરવા હું, તેનો પડકાર ઝીલી,

પણ તૂટેલા શબ્દોને હું જોડી નથી શકતી,


કરી બતાવી કંઇક ઉચ્ચ તને સાથે દુનિયા લ​ઈ,

આ કપટ માયાજાળ ભૂલાવી નથી શક્તી,


ભૂલુ જો હું સર્વેને તો,

અંતે મારી હિંમત હું જતાવી નથી શકતી,


આ રમત તો ફકત વાચાની છે,

જેને હું સૂરીલી વાંસળી બનાવી નથી શકતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance