પૈસા
પૈસા
પૈસા પાછળ આંધળા થયા છે લોકો,
તેથી સંબંધોમાં પાંગળા થયા છે લોકો,
દરેક જણ આરામમાં જીવવા લાગ્યા,
તેથી શરીરથી નબળા થયા છે લોકો,
પૈસા પાછળ સૌના થયા મન મલિન,
મોંધી ક્રીમ વાપરી રૂપાળા થયા છે લોકો,
ડગલે પગલે ગરીબને તો હડધૂત કરે,
રૂપિયાવાળા ઘરે તો સઘળા થયા છે લોકો,
"સરવાણી" મતલબનો જ જમાનો છે આ,
ગરજ પુરી થતાં તો કાગળા થયા છે લોકો.
