પૈસા
પૈસા
મદારીનો ખેલ
કરાવે છે પૈસા
સુખી સંપન્ન લોકોને,
પણ લડાવે છે પૈસા
છે આજે પૈસાની બોલબાલા
નથી તમારી પાસે પૈસા તો
નાથીયો કહી લોકો ધુતકારે છે
છે ખીસ્સામાં પૈસા તો,
લોકો નાથાલાલ કહી સત્કારે છે
પણ પૈસાનું અભિમાન ન કરવું
સમાજ સામે દુશ્મનીનું પાણી ન ભરવું
પૈસા જોઈ હવામાં ન તરવું
આવતા આગણે જે જન તેને
લોટો પાણી ધરવું
પૈસા જોઈ લાલચ ન કરવી
લાલચે દોસ્ત બને દુશ્મન
ભાઈનો હિસ્સો ખાઈ ભાઈ
પછી પરસેવાની ક્યાથી પાકે રાઈ
અધર્મનો પૈસો પનોતી લઈ આવે
ઘરમાંથી સુખચેન દૂર ભાગી જાવે
પૈસો પરમાર્થ કાજે પણ વાપરો
દુખી જનના શીશ ધરો છાપરો
પૈસા લાવશે સો સો આશિષ
દઈ હિન્દુ સંસ્કાર પાલન કરો વારીસ
થશે બસ પૈસા સાથે સ્નેહની બારીસ
