પાવન પ્રેમ
પાવન પ્રેમ
પાવન પ્રેમ મહેકશે ચોફેર,
મન બની જાશે ચંદન ત્યારે,
નારી બની જશે રાધા અને
નર થઈ જશે મનમોહન પ્યારે.
તનને કોઈ પણ રંગમાં રંગી લો,
શું ફરક પડે છે ક્યારે,
મન રંગાઈ જશે શુદ્ધ પ્રેમમાં,
બની જશે વૃંદાવન ત્યારે.
જીવનમાં પ્રગટશે શુદ્ધ પ્રેમ તણો,
આનંદ ઉલ્લાસ જ્યારે,
રચાઈ જશે એક દિવ્ય,
સ્નેહધારાની 'ગઝલ' ત્યારે.