પારસમણિ
પારસમણિ
જગમાં આવ્યાં, સફળ થવા માંડે ડગ સદા,
સિદ્ધિ એને મળે પરસેવે જે ન્હાય સદા,
શૂન્યથી સર્જન કરવા ટોચે જવા પ્રયાસે
અવિરત નજર દોડે, લક્ષ્યે પણ સદા,
વાવો તેવું લણો સૌ, કુદરતનો છે એ ન્યાયે
મહેનત જે કરે મળે એને ફળ સદા,
આવે વળી જે તકલીફો ઘણી માર્ગે અપારે,
ના ચળે મંડ્યા રહે, ધ્યેયે હરપળ સદા,
પારસમણિ સમા થાય સફળ માન જાણે,
સ્પર્શી સૌ જીવને કંચન શાં ચમક સદા !
