પાણિયારું
પાણિયારું
ઘરની એક શિસ્ત છે આ પાણિયારું
મનડા કેરી મીઠાશ છે આ પાણિયારું,
ઘરની પુરાની રીત છે પાણિયારું
હર સ્ત્રીની ઓળખ છે પાણિયારું,
મા ની મમતાનો સાગર છે પાણિયારું
ઘરની એક શોભા છે પાણિયારું,
ઘર અધૂરું છે વિના પાણિયારું
માટલાથી શોભે છે પાણિયારું,
વર્ષોની અનોખી રીત છે પાણિયારું
સૌની તરસ છૂપાવે છે આ પાણિયારું.
