STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

પાણિગ્રહણ

પાણિગ્રહણ

1 min
324

થયું પાણિગ્રહણ ત્યારે થયો સંચાર જીવનનો,

નથી આ સાથ તન મનનો બધો આધાર જીવનનો,


નયન પર જ્યારથી લાગ્યા તમારા નામના ચશ્મા,

અડીખમ છે જુઓ મારો બધો શણગાર જીવનનો,


રિસાઈને, મનાવીને અમે ખૂંદી હતી માટી,

સમયનો આ ઘડો પામ્યો એથી આકાર જીવનનો,


અધૂરા ના રહ્યા કોઈ અમારા અભરખા એથી,

સફળતાને ગયો આંબી હવે અવતાર જીવનનો,


છે સુખ-દુઃખથી ભરેલો આ જગત રસથાળ પણ તોયે,

તમારો સાથ ના હો સ્વાદ તો બેકાર જીવનનો,


હૃદયના ચાકડે બેસી ટપારીને વળી જોયું,

બનું જો શ્વાસ તો મારો તમે ધબકાર જીવનનો,


કરીને હેતની 'હેલી' વહી છે નાવ સાગરમાં,

ને વાદળનો ય બદલાયો બધો અણસાર જીવનનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational