STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy Fantasy

3  

Zalak bhatt

Drama Tragedy Fantasy

પાંચ-સો !

પાંચ-સો !

1 min
213

પાંચ જ બાકી રહ્યાં શું ? યુદ્ધના મેદાનમાં

સો ની સામે જંગ છેડી’તી ભાવને તનમાં,


ના જોઈતું’તું કંઈ પરંતુ જીવવું સ્વમાનમાં

કટાયેલ તલવાર કદિ રહી શકે શું મ્યાનમાં ?


શું થશે, કેવું હશે મેદાન તેનું ભાન ના

છતાં,મળી જીત કે તીર હતું સત્ય-કમાનમાં,


સંગી ના સાથી કોઈ કે જે હોય બળવાન હાં

પણ,ભરોસો એટલો કે તારશે ભગવાન ? ‘હા’,


ઝંપલાવ્યું યુદ્ધમાં ને પછી પલાયન ! ‘ના’

સત્ય-ધર્મ-ભાવનાનું જાગતું ખલિયાન આ !


સતનું થયું શૂન્યને કલિનો થયો એકડો !

પાંચતો સ્વર્ગે ગયાંને હવે, સો’ના બદલે સેંકડો


સો ની સામે જંગ છેડી’તી ભાવને તાનમાં ?

પાંચ જ બાકી રહ્યાં’તાં યુદ્ધના મેદાનમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama