STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

પાળિયાએ કીધી કથા...

પાળિયાએ કીધી કથા...

1 min
176

(ઢાળ : આંધળી માનો કાગળ)


ગામને પાદર ઉભો પાળિયો સંઘરી ઈતિહાસ,

જોઈને મને કહે તમે સાંભળો કવિરાજ,

એક રાતની છે આ કથા,

સાંભળો તમે કાળની વ્યથા...


સોળ વર્ષનો હું હતો, સૂતો ઓઢી રજાઈ,

સપનાં હતાં ક્યારે આવશે પ્રેમ મધુરી રાત ?

પણ તે દી' રાતલડી આવી,

મારે કસુંબલ રંગ ભરેલી...


મર્દ હતાં પરગામ, હતાં વુદ્ધ, અબળા ને બાળ

તે દી' આવ્યાં દસ ઘોડા કરવાં બેહાલ,

જાણે આવ્યાં જમરાજા,

ગામનાં પ્રાણ લેવાં વાળાં...


નહોતો વાગ્યો બૂંગિયો ઢોલ, નહોતી થઈ હાંક,

ઘરમાં જઈ સૌ ભરાયા, ગાવલડી ક્યાં જાય ?

લૂંટારાને લાગ મળ્યાં,

ગાયો પર હાથ નાખ્યાં...


ઘરમાંથી નાદ થયાં, કોણ ઉભો થાય ?

કોણ જઈ ગાય માનો રખવાળો થાય ?

શબ્દ પડ્યાં મારે કાને,

ઉભો થયો એકલાં હાથે...


હાથ ઝાલી બાપ-દાદાની જુની તલવાર,

ઘોડે ચડી નાખી મેં તો 'માટી થાજો' રાડ,

ખબર નહિં તે દી' ક્યાંથી,

મને આવી શક્તિ આટલી ?


ઘોડો કુદાવ્યો જઈને મેં તો વેરીની વચાળ,

વીજળી બની તલવાર બેનાં કાપ્યા હાથ,

એકનાં તો કાપ્યા માથાં,

મહાદેવ હરનાં કર્યા નારા...


લાલ લાલ છોળો ઊડે, તલવારો ભટકાય

ઘા થયો વાંહેથી ને માથા ઊડી જાય,

માથું પડ્યું જઈ મેદાને,

ધડે રાખ્યો રંગ ધીંગાણે...


ચાર મોકલ્યાં જમલોક, બાકીનાં ભાગી જાય,

ગામે કરી વિનંતી ત્યારે ધડ શાંત થાય,

થયાં તે દી'થી આ બેસણાં,

સિંદુરેથી રંગાયેલા મારાં...


થયાં એને વરષ ઘણાં, વિત્યાં ઘણાં વરસાદ,

હવે પુછતું નહિં કોઈ, કેવાં મારાં હાલ,

ઘણાં વર્ષે મળ્યાં તમે,

હાલ મારાં પુછવા માટે...


અંતે જઈ કહેજો યુવાનોને મારી એક વાત,

પાળિયા પાસેથીય શીખે થોડાં બોધપાઠ,

છે 'અર્જુન' મારી આશા,

મર્દો પાક્કે ફરી પાછાં...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational