STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy

3  

Vrajlal Sapovadia

Comedy

પાળિયા

પાળિયા

1 min
17

દેખાય છે જે આ ઊભાં પાળિયા 

નથી શૂરવીર ક્યાંય ભાળિયા,


બિચારા પી પી ને આમ થાક્યાં 

કાચી ઉંમરે પીધે વહેલા પાક્યાં,


આમ તો થોકબંધ અજમાવતાં 

ભલે પછી પીધે ભાન ગુમાવતાં,


ખાય લ્યે લથડિયાં ફાંફાં મારતાં 

પણ તો ય હિંમત કદી ન હારતાં,


જીવી તો જાત હજી થોડાંક વરસ 

સાથ દીધો નહીં લીવરે શું તરસ,


ફેફસાં ને કિડની જો સડી ન હોત 

આજ આપણી વચ્ચે થોડુંક પીત,


છોકરાં નાના છે હજુ વહુની જેમ 

બેઠા હોત પીતા હોત એની જેમ,


દેખાય છે જે આ ઊભાં પાળિયા 

પીધે બહું ચહેરાં થયા કાળિયા.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Comedy