Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પાગલ સહારો

પાગલ સહારો

1 min
441


ઉછળતી વેદનાઓને કિનારો ન મળ્યો

તરસતી નજરને એક સિતારો ન મળ્યો


કરતી રહી ઈન્તજાર આંખો ઉમરભર

આંખોને આંખોનો એ ઈશારો ન મળ્યો


સુકાઈને બેઠી બારુદ લાગણીની જુવો

આગ ભભૂકે એ એક તિખારો ન મળ્યો


વાદળ જેવી આશ લઈ ઊડતી આકાશે

હિમાલયની ટોચ જેવો મિનારો ન મળ્યો


દર દર ભટકતી રહી જોગણ બનીને હું

તારા ઘરના ઓટલા જેવો ઉતારો ન મળ્યો


ભારેલી આગ એક ભભૂકતી રહી ભીતર

જીવન જ્યોતિ જલે એ અંગારો ન મળ્યો


એક "પરમ" ઉલઝન કરતી રહી બેચેન સદા

ચૈન મળે એવો તારો "પાગલ" સહારો ન મળ્યો



Rate this content
Log in

Similar gujarati poem from Romance