પાછું વળીને જોતાં
પાછું વળીને જોતાં
ક્યારેક હું દિલના પેલા ખૂણામાં સરી જાઉં છું,
અને ત્યાંં મારાં માતા-પિતાને મળી લઉંં છું.
હવા છે, ત્યાં ઉજાસ છે, હેતની અનોખી મીઠી આશ છે,
પેટ ભરીને વાતોનો અવકાશ છે !
દરિયાનાં ઘૂઘવતાં મોજાં સમાન વ્હાલ છે,
જૂની યાદો ફરી તાજી કરવાની દરખાસ્ત છે !
તો પછી શું નથી ત્યાં ?
ત્યાં ડર નથી, વેર નથી, પાસા ફેંકવાનો ખેલ નથી !
આર નથી, પાર નથી, કોઈ સગપણનો ભાર નથી.
કોણ જાણે કેમ, તેમની હાજરી ફરી-ફરીને તપાસું છું,
વીતતાં વર્ષોની સાથે એ ખૂણે હું હવે વધારે જાઉં છું !
