ઓસ જેવું ક્ષણભંગુર છે જીવન
ઓસ જેવું ક્ષણભંગુર છે જીવન


મસ્ત બની આપણે ઝાકળ જેમ જીવી લેવું,
મળી છે થોડીક ક્ષણો તો મોજથી જીવી લેવું.
કાલની કોને ખબર છે આજમાં જીવી લેવું,
લહેરોની માફક આગળ પાછળ વહી લેવું.
ઓસ બની કોઈના જીવનને શણગારી દેવું,
ક્યારેક થોડું હસી લેવું તો થોડું રડી લેવું.
બની સૂરજ કિરણ સૌનું જીવન ચમકાવી દેવું,
ભવિષ્યની ચિંતા વગર સદા મોજમાં રહેવું.
માંગેલ ક્યાં મળે છે અહી સૌ કોઈને,
બસ મળ્યું છે એને મોજથી માણી લેવું.
જીવન છે આ નદીના વહેતા પ્રવાહ જેવું,
બસ કોઈ પણ પરિસ્થિતિમાં વહેતા રહેવું.
સૌ કોઈ પાત્ર છીએ આ દુનિયાના રંગમંચના,
જે કિરદાર મળે એ પ્રેમથી ભજવી લેવું.
ઝાકળ બિંદુ જેવું ક્ષણભંગુર છે આ જીવન,
વિશ્વાસ થકી મોતી બની ઝળહળી જવું.