STORYMIRROR

POETRY OF PARMAR `મોહક'

Inspirational

3  

POETRY OF PARMAR `મોહક'

Inspirational

ઓફ્લાઈન લવ

ઓફ્લાઈન લવ

1 min
197

અરે દોસ્ત ! જેમાં પત્રથી સજાવેલી પ્રેમની પરિભાષા હોય છે,

જેમાં એકબીજાની લાગણીઓથી બંધાયેલો સબંધ હોય, ત્યારે,

 તે છે ઓફલાઈન લવ !


જેમાં એકબીજાની સાચી હૃદયની ભાવના હોય છે,

જે પ્રેમની મુલાકાતમાં એક અનેરો થનગનાટ હોય, ત્યારે,

તે છે ઓફલાઈન લવ !


જેમાં સાચો એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે,

જેમાં એકબીજાનાં હમેશાં સાથે રહેવાના એંધાણ હોય, ત્યારે,

તે છે ઓફલાઈન લવ !


જેમાં નાની એવી ભૂલોનો પણ, એકબીજા પ્રત્યે ત્યાગ હોય છે,

જેમાં યાદોનાં સ્મરણ સાથે જ, ચહેરા પર સ્મિતનો એક ચમકાર હોય, ત્યારે,

તે છે ઓફલાઈન લવ... !


કહે ` જીત ' જે પ્રેમમાં રાધા કૃષ્ણનાં પ્રેમ જેવો જ, એક અહેસાસ હોય છે,

જેમાં તેની સાથે આ દુનિયા બનાવનાર જગતનો તાત હોય, ત્યારે,

તે છે ઓફલાઈન લવ.. !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational