તારી આંખોમાં મને
તારી આંખોમાં મને
1 min
165
તારામાં અહમ તો છે અઢળક,
જાણે છો ઇન્દ્રંની અપ્સરા,
મને જોતાજ, બહારથી ભલે ગુસ્સામાં,
પણ, મનોમન તું પણ હરખાઈ છે.
તારી આંખોમાં મને, પ્રેમ છલકાતો દેખાય છે....!
સામસામે મળીયે, જ્યારે આપણે બંને,
ભલેને કરે નજર અંદાજ મને,
પણ, હું તો ખૂબ જાણું છું તને,
દિલથી તને પણ ખુશી થાય છે..
તારી આંખોમાં મને, પ્રેમ છલકાતો દેખાય છે....!
હું ઓનલાઈન હોઉં ત્યારે
તું વ્યસ્ત થઈ જાય છે,
પણ યાર, ખબર છે મને તારી,
મારા ઓફલાઈન થતાં જ મારી સ્ટોરી જોવાઈ છે....
તારી આંખોમાં મને, પ્રેમ છલકાતો દેખાય છે....!