Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

POETRY OF PARMAR `મોહક'

Others

3  

POETRY OF PARMAR `મોહક'

Others

પ્રેમ

પ્રેમ

1 min
162


દયાવાન એતો, દેવ દુલારો દુઃખ દૂર કરનારો, 

પૃથ્વી પર અઢળક અવતારમાં જન્મ લેનારો, કોણ ?

પ્રેમનો સાગર, કાનુડો મોરલીવાળો !


પ્રેમનો પર્યાય, સોળસો ગોપીઓ છોડી, રાધાને પસંદ કરનારો,

છતાં, સુદામા જેવા મિત્રોનો ખ્યાલ રાખનારો, કોણ ?

પ્રેમનો સાગર, કાનુડો મોરલીવાળો !


તેત્રીસકરોડ દેવતાઓમાં લાગે બધાથી ન્યારો,

માખણચોર મટકી ફોડનારો, તો પણ લાગે પ્યારો, કોણ ?

પ્રેમનો સાગર, કાનુડો મોરલીવાળો !


અઢળક નામ ધરાવનારો, મારો વ્હાલો,

દ્વારકામાં દ્વારકાધીશ, તો ડાકોરનો ઠાકર, કોણ ?

પ્રેમનો સાગર, કાનુડો મોરલીવાળો !


Rate this content
Log in