તું જ તારણહાર સોનબાઇ....!
તું જ તારણહાર સોનબાઇ....!
- તું જ તારણહાર સોનબાઇ....!
સુખમાં તો સૌ કોઈ સગા છે મારી સાથે,
પણ, દુઃખમાં એક તું જ તારણહાર સોનબાઇ....!
સંકટ સમયે મારા હર્દય થકી થતો એકજ પોકાર,
મારી આ વહમી વેળામાં તું જ તારણહાર સોનબાઇ....!
જેદી જગ દિયે જાકારા અને પોતાના પણ પારકા થાય,
તેદી તું જ તારણહાર સોનબાઇ...!
જ્યારે જીવનમાં મારા ફેલાય સમસ્યારૂપી અંધકાર,
ત્યારે તું જ તારણહાર સોનબાઇ....!
કહે " મોહક" એની કલમ થકી કે, મીટ માંડો મઢડા સામી,
કાળને પણ ઝૂકવું પડે એવા છે ખમકારા જેના,
બસ એક તું જ તારણહાર સોનબાઇ...(૨)
- Jitu PARMAR(AMRELI)
- કવિ "મોહક"✍🏻
