STORYMIRROR

POETRY OF PARMAR `મોહક'

Inspirational

3  

POETRY OF PARMAR `મોહક'

Inspirational

ઓનલાઈન લવ

ઓનલાઈન લવ

1 min
167

ઈન્સ્ટાગ્રામથી શરુ થયેલો, હાય હેલ્લોથી વાત ચીત મીઠી થતી,

જેમાં નેટવર્કનો પ્રોબ્લેમ થાય, છતાંય જળવાય રહે એ સંગાથ,

 તે છે ઓનલાઈન લવ !


મિત્રતામાંથી, રિલેશનમાં આવી જવાય જેમાં ધીમેથી,

હસી મજાક કરી, સંબંધ બંધાઈ જાય એક નંબરથી,

તે છે ઓનલાઈન લવ. !


વોટ્સએપમાં સ્ટેટ્સથી એકબીજાની લાગણીઓ વ્યક્ત થાય,

પછી વિડિયો કૉલ કરી સામ સામે જોઈ મનોમન હરખાઈ,

તે છે ઓનલાઈન લવ !


તે જમ્યું, નાં જમ્યું હોય તો મારા સમ, એમ કઈ દરરોજ ખુશ થાય,

એક બાજુ આવો અનોખો પ્રેમ, તો બીજી બાજુ અઢળક મિત્રો સાથે ટાઈપિંગ થાય....

તે છે ઓનલાઈન લવ !


અનલિમિટેડ રીચાર્જ જેમાં થાય, અને વોટ્સએપમાં લાસ્ટ સીન જોવાઈ... પછી

દીકુ સાથે ઝગડાઓ થાય, જેમાં કલાકોની કલાકો જાય,

તે છે ઓનલાઈન લવ !


બે - ત્રણ દિવસ વાતો બંધ થાય, પછી સોરીનો શણગાર સજાવી મેસેજ થાય,

ભૂલ ચૂક માફ થાય તો થાય, નહિતર પછી અંતે મારા વ્હાલા બ્રેકઅપ થાય,

તે છે ઓનલાઈન લવ,.!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational