Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

ઓ શામળિયા ગિરધારી

ઓ શામળિયા ગિરધારી

1 min
212


મઝધારે હવે ડૂબી રહી છે,

જીવનનૈયા મારી,

ભવસાગર તું પાર કરી દે,

ઓ શામળિયા ગિરધારી..


મોહ માયામાં લપસ્યો છું હું,

ડૂબી ગયો છું તેમાં ભારી,

સુખ દુઃખના ચક્રમાં ફસાયો છું હું,

હવે આંખ ખૂલી છે મારી

ઝંઝાવાત સામે ટકરાણી છે,

જીવનનૈયા મારી,

ભવસાગર તું પાર કરી દે,

ઓ શામળિયા ગિરધારી..


ધન દૌલતના અભિમાનમાં,

પટક્યો છું ભાન ભૂલી,

પાપની દુનિયામાં પસ્તાયો છું હું,

માન મર્યાદાને ભૂલાણી,

હાલક ડોલક થઈ રહી છે,

જીવનનૈયા મારી,

ભવસાગર તું પાર કરી દે,

ઓ શામળિયા ગિરધારી..


તારા નામનો પોકાર કરૂં છું,

સાંભળજે અરજ તું મારી,

મારી ભૂલોની માફી માંગુ છું,

કૃપા વરસાવજે તું તારી.

તું દિનાનાથ દયાળ છો,

શરણે આવ્યો "મુરલી" તારી,

ભવસાગર તું પાર કરી દે,

ઓ શામળિયા ગિરધારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational