STORYMIRROR

SOHAM PALANPURI

Drama

3  

SOHAM PALANPURI

Drama

ઓ મારી અનુપમા

ઓ મારી અનુપમા

1 min
12

જિંદગી અટવાઇ હતી તોફાનમાં

અને સુસવાટા સંભળાતા હતાં કાનમાં ,


દુનિયા તો બસ તત્પર હતી ઝડપથી મને ડૂબાડવા

લાચાર આંખો શોધતી હતી ક્યાક મળી જાય ઝાડવા,


સ્તબ્ધ થયેલી નજર સામે અંધારા છવાઇ ગયા હતાં

દિશા કોઇ જડતી નહોતી અને કિનારા સંતાઇ ગયા હતાં,


અચાનક અંધકારમાં જાણે પ્રજ્જ્વલિત થઇ શમા,

મને વમળોમાંથી લઇ જવા આવી મારી ”અનુપમા”,


બની ગઇ દીવાદાંડી મારી લઇ જવા મને કિનારે

અને ખેડી લીધો સમંદર મે બસ તારા જ તો સહારે,


ઓ મારી અનુપમા....ઓ મારી અનુપમા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama