નયનોને
નયનોને
નયનોને સપનામાં ખોવાવા દો,
પલકોને પળમાં ભીંજાવા દો,
યાદો, અહેસાસમાં ઝળહળવા દો,
રાતોને રોશનીમાં રમવા દો,
અનેરીને ખ્વાબોમાં ખોવાવા દો,
દીપકને અંધકારમાં ઝબોળવા દો,
કિરણને તાજગીમાં તરબોળવા દો,
મનને મનોબળમાં જાગવા દો,
ભાવને ભયથી ભાગવા દો,
સ્વપ્નોને સુવાસમાં સજવા દો.
