STORYMIRROR

Rekha Shukla

Drama Action

2  

Rekha Shukla

Drama Action

નયનબાણ

નયનબાણ

1 min
110

આતમ પાડે પગલાં થઈને અક્ષર માળા

હંસલો પિંજરે પૂરાય કાયા તાંતણે નશ્વર જાળા !

          *

થનક થનક થૈ થૈ થૈ ખાલીપાના ઝળઝળિયાં

છાનામાના મંત્રો ગાતા લઈને પાંખ પતંગિયાં.

          *

નયનબાણ છે કનક વરણ છે નૂપુર ચરણ છે હઠીલી

મિલનમાં હસે કીકી ઉદાસ શરણમાં ક્ષિતિજ હઠીલી

          *

ટપકે ઉજાગરાં.....

ઘેનની પ્યાલી પાય ઝીણકી ગોળી દવાની

ફૂલની ધેલી સુવાસ ફેલાણી કેડી દવાની !

          *

ફરી ફરી ખોવાઈ જાંઉ તુજમાં હું જડી જાંઉ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama