ન્યારું પ્યારું
ન્યારું પ્યારું
ભલે છે અવગુણ સદા લાગે છે ન્યારું પ્યારું
કોયલ છે કાળી કાળી પણ બોલે છે મધુર મધુર એ લાગે છે ન્યારું પ્યારું
સાગર છે ખારો પણ લાગે છે રૂપાળો પ્યારો આપે છે ખજાનો સારો
ગુલાબ છે સુંદર પણ કાટામાં લાગે શૂર તેની સુગંધ છે ભરપૂર એ લાગે સૌથી સવાયું,
આ કાગડો છે કાળો પણ એ ગંદકીને હટાવે એ કરે છે સારું કામ એ
એ લાગે છે વ્હાલો વ્હાલો
