નવું ભારત
નવું ભારત


નથી રહ્યું હવે વર્ષો પહેલાનું આ ભારત,
પ્રગતિના પંથ પર આગળ વધતું નવું ભારત,
કોઈની સામે શીશ ઝૂકાવતું નથી હવે
ઈંટનો જવાબ પથ્થરથી આપતું આજનું નવું ભારત,
અર્થતંત્ર ને મજબૂત બનાવતું,
શક્તિશાળી ને શસ્ક્ત બનાવતું,
વિજ્ઞાન અને ઇતિહાસનો નકશો પલટતું આજનું નવું ભારત,
અવારનવાર આવતા પડકારો ને ઝીલતું,
સહજતા ને સરળતાથી સ્વીકારતું આજનું નવું ભારત,
સમગ્ર વિશ્વ એ ભારતને અપનાવ્યું,
દરેક ક્ષેત્રમાં નામ કમાવ્યુ,
ડગલે પગલે વિશ્વમાં વિજયનો ધ્વજ લહેરાવતું આજનું નવું ભારત.