નવરાત્રી આવી આજ આંગણે રે...
નવરાત્રી આવી આજ આંગણે રે...
માની આરતી પ્રગટાવો રે
રૂડા થાળ શણગારો રે
માની નવરાત્રી આવી આજ આંગણે રે લોલ,
માને ચૂંદડી ઓઢાડો રે
માને શણગાર સજાવો રે
માની નવરાત્રી આવી આજ આંગણે રે લોલ,
ગરબાની રમઝટ મનાવો રે
માને આંગણે બોલાવો રે
માની નવરાત્રી આવી આજ આંગણે રે લોલ,
માના બાજોઠ ઢળાવો રે
મુખ પર તિલક શોભાવો રે
માની નવરાત્રી આવી આજ આંગણે રે લોલ,
નવરંગી નવરાત્રી મનાવો રે
માને ચોકમાં ગરબે કમાડો રે
માની નવરાત્રી આવી આજ આંગણે રે લોલ !
