નવરાશની પળો
નવરાશની પળો
નવરાશની પળોમાં કરો કંઈક સારા વિચાર કે,
નવરાશની પળોમાં આપણે શું કરવું જોઈએ.
નવરાશના સમયમાં વાતોના ગપ્પા બહુ થયા હવે,
નવરાશના સમયમાં નવસર્જન કરી એ નવાવિચાર.
નવરાશ રૂપી સમય મળ્યો આપણને અનમોલ,
ન ધારેલા કામ હાથ પર લઈ કરીએ કંઈક કામ.
સમયની કદર કરી આપણા જીવનની પળપળને સાચવીએ,
આપણી પળપળનો કરીએ જીવનમાં સદઉપયોગ.
નવરા ને નવરા ક્યાં સુધી રહીશું,
હાથ પર લેશું કામ તો નવરાશ જશે દૂર.
નવરા બેસી રહી નવું વિચારીએ,
દુનિયા બદલવાના અવનવા વિચારો કરીએ.
નવરા નવરા બેસી રહી નવરુ વિચારીએ,
એના કરતા નાનેરુ કામ હાથ પર લઈ શુભારંભ કરીએ.