નવી અંતાક્ષરી 44
નવી અંતાક્ષરી 44
ફળ : જોડકણાં ક્રમાંક ૧૩૦ થી ૧૪૪
(૧૩૦)
ગાય સદા બાળકો ગીત,
જાંબુની જેઠ માસે જીત.
જાંબુની ભાઈ કેવી શાખ,
બાળકો કરે ચાખાચાખ.
(૧૩૧)
ખારેક આવતી ચોમાસે,
ઝાડ પહોંચતું આકાશે.
નાનાં-મોટાં સૌને ભાવતી,
સૌનાં મન હરખાવતી.
(૧૩ર)
તરબૂચને લીલી છાલ,
માથે લીલું અંદર લાલ.
ઉનાળામાં ઠંડક લાવે,
ગરમી ટાણે વધુ ભાવે.
(ક્રમશ:)
