નવી અંતાક્ષરી 30
નવી અંતાક્ષરી 30
(૮૮)
દેડકો કૂદાકૂદી કરતો,
જંતુને જલદી પકડતો.
જંતુ પકડીને પેટ ભરે,
જમીન અને પાણીમાં ફરે.
(૮૯)
રમતું રમતું આવે અંધારે,
મચ્છર ગણગણતો વધારે.
લોહી ચૂસવાનું તેનું કામ,
માગે ન ભોજન, માગે ન દામ.
(૯૦)
મકોડાની કેડ પાતળી,
થોડા વજને જાય વળી.
ખીજાય તો ભરે બટકું,
લોહીનું નીકળે ટપકું.
(ક્રમશ:)
