STORYMIRROR

Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

નૂતન જોમ સંગે

નૂતન જોમ સંગે

1 min
179

ગ્રીષ્મ ઝાળો અગનની વટાવે જે સીમા હવે,

ડામ તીખા વા-એ, પસીને સૃષ્ટિ ન્હાય જલે,


પછી એ થઈ બાષ્પ વાદળ વિતાને ઝીલાઈ,

 ભરાયા પાણી નભો મ્હીં ગડગડાટ ભરે,


શ્યામ અભ્ર ઉમટ્યાં, નભ મંડપે રાસ રમી,

દામિની દમકે તેજ લિસોટે રાગ છલે,


વર્ષા ખાબકે, બુંદ સેર ઝંકારે મન મૂકી,

મુશળધારે વા - વંટોળ નાદ તાલ ભરે,


રેલમછેલ રેલા ભીંજે ધરા ભીતર સુધી,

થાય તૃપ્ત માનવ, છત્રીથી રક્ષણ ધરે,


લીલુડી મહેંકે વસુંધરા, નવા વસ્ત્ર ધરી,

પશુ પંખી, સૌ જીવ મંડળે આનંદ ખરે,


ગઈ વર્ષા, રવિ સવારી તેજે આવી પહોંચી,

ઝગ્યાં રંગ પાંખે નીર બૂંદો શૃંગાર નભે,


વા વંટોળ અંધાર શમ્યો, થતો ઉજાસ દિને,

આશા અનેરી ઝગી, સાફલ્યની ઉર પટે,


જીવને હટ્યા વાદળ વિપદાના, હર્ષ ખીલી,

ઊગ્યો દિન સુખ ભરી, નૂતન જોમ સંગે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama