STORYMIRROR

Purvi Shukla

Drama

2  

Purvi Shukla

Drama

નથી

નથી

1 min
215

કરવું જેને જે હોય એ કરે જ છે,

અદાલતની બીકે કોઈ બંધાતું નથી.


ન રડો તો શું થયું એ કલમે નીકળી પડે,

  આસું જો છુપાવો તો છુપાતું નથી.


જે ગમે જીવનમાં એ જો મળે,

 પછી એ જીવન કહેવાતું નથ,


લઇ બાણ ઊભાં રહયાં છો શુ?

લક્ષ્ય વિના પંખી કોઈ વિંધાતુ નથી.


કલમ અમે લાગણીથી સીંચી છે આ,

અમથું લેખન અમારું વખણાતું નથી.


ઘર શું એને કહેવું જોઈએ? જ્યાં,

પક્ષી આંગણે એકાદ ગાતું નથી.


હસ્તરેખા આંગળીની છો કહે છે,

લલાટે જે ન લખ્યું હો એ થાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama