STORYMIRROR

HARSHA MAHESHVARI

Drama

3  

HARSHA MAHESHVARI

Drama

નથી પાછી વળી કદી પિયરે

નથી પાછી વળી કદી પિયરે

1 min
314

નથી પાછી વળી કદી પિયરે,

બસ ઘેરથી નીકળી છે એક નદી,


કાંટા કાંકરના વિકટ પંથે,

પાથરતી અનુપમ સૌદર્ય,


બસ ઘેરથી નીકળી છે એક નદી,

સાધુ-સંતો ઋષિ મુનિઓને,


આવકાર ઓતારો આપે ન્યારો,

બસ ઘેરથી નીકળી છે એક નદી,


નથી પરવાહ કરી પોતાના મુકામની, 

હિંમતભેર વહી છે ભયંકર જંગલોમાં,


બસ ઘેરથી નીકળી છે એક નદી,

નથી વળાવી શક્યું કોઈ પોતાનું,


તો સ્વયં આવી મળી છે પ્રિયતમને,

બસ ઘેરથી નિકળી છે એક નદી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama