Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Inspirational

4  

Nayana Charaniya

Romance Inspirational

નથી ઈચ્છતી હું

નથી ઈચ્છતી હું

1 min
206


નથી ઈચ્છતી હવે હું કે તું મારા શબ્દોના અર્થો સમજે ! 

પણ ઈચ્છુ માત્ર એટલું કે તારા માટે લખેલી ગઝલો બસ વાંચે ! 


હું તો ઈચ્છુ માત્ર તારા ચહેરા પરનું હાસ્ય જોવા 

નથી ઈચ્છતી હું કે તું મારું રૂદન પણ ક્યારેક સમજે ! 


હું નથી ઈચ્છતી કે તું પ્રેમ કર મને  

બસ ઈચ્છુ એટલું કે તને તારો પ્રેમ મળે ! 


નથી ઈચ્છતી હું કે તારા સોનાઓમાં હું આવું 

બસ ઈચ્છુ એટલું કે તારા સપનાનું સરનામું હું પામુ,


મનના આ બંધ દરવાજા બસ બંધ જ રહેવા દે ને ! 

નથી દેવી કોઈની દસ્તક બસ ખાલી જ રહેવા દે ને ! 


ઘણું દોડી પ્રેમરૂપી મૃગજળ પાછળ

બસ હવે પ્રેમરૂપી પ્યાસ એમ જ રહેવા દે ! 


ના જોઈએ મુજને સાથ તારો..

બસ તારા નામમાં જ સાથ મારો ! 


સપનાઓનું આકાશ મારું એમાં બસ મને જ વિહરવા દે ! 

ક્યાંક તૂટેલા સપનાઓના તારાઓને પણ જોવા દે ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance