STORYMIRROR

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

નથી હોતી

નથી હોતી

1 min
306

સમય જો ન્યાય કરશે તો જમાનત પણ નથી હોતી,

ધરા પર ક્યાંય આવી તો અદાલત પણ નથી હોતી,


ઉચાપત પણ નથી હોતી, ખુશામત પણ નથી હોતી,

સમયના ફેંસલા સામે બગાવત પણ નથી હોતી,


કરમ મુજબ બધાને ફળ મળે છે જિંદગીમાં ને,

સમયને કોઈની સાથે અદાવત પણ નથી હોતી,


નજરમાં પ્રકૃતિની એકસરખાં છે બધાં જીવો,

અહીં ક્યારેય કોઈની રિયાસત પણ નથી હોતી,


સદા સંસારમાં બદલાવ તો આવ્યા કરે છે ને, 

દશા ક્યારેય કોઈની યથાવત પણ નથી હોતી,


પળે પળ મોત મારે છે ટકોરો આંગણે આવી,

અહીંયા જિંદગી કોઈ સલામત પણ નથી હોતી,


મળે છે જિંદગીમાં ઘાવ પણ ક્યારેક એવાં કે,

કદી એ ઘાવની કોઈ મરામત પણ નથી હોતી,


રહે છે દૂર લોકોથી સદા એ જિંદગી આખી,

દિવાનાની કદી કોઈ વસાહત પણ નથી હોતી,


ગુમાવ્યું છે જગતમાં બાળકોએ આજ બચપણ ને,

સરળતા સાથ આજે તો શરારત પણ નથી હોતી,


હૃદયમાં પ્રેમ જો ના હોય તો છે વ્યર્થ લખવું પણ,

એ ગઝલોમાં ખુદાની તો ઈબાદત પણ નથી હોતી,


કરે છે વાત ખાલી પ્રેમની લોકો આ દુનિયામાં,

ખરેખર પ્રેમ કરવાની ઇજાજત પણ નથી હોતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance