નશો ન કરવાનો ‘નશો’
નશો ન કરવાનો ‘નશો’
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
નશો કરનાર ‘નશેડી’ ની જિંદગીમાં હંમેશા વ્યાપે છે અંધકાર
‘નશેડી’ મારે છે કુહાડી પોતાના પગ પર, પોતાનો જ કરે સંહાર,
શરૂઆત થતી હોય છે ‘નશા’ ની, મિત્રો સાથે મજા માટે
પછી આ મજા બની રહે છે અગણિત આપદાઓનું દ્વાર,
‘ફેશન’ના નામે ક્યારેક શરૂ થતો નશો, બની રહે છે વ્યસન
આસ્તે આસ્તે નશો જીવનમાં મચાવે છે હાહાકાર,
હસતા રમતા ખુશખુશાલ પરિવારમાં ચાંપે છે પલીતો
નશાના ત્રાસથી પૂરો પરિવાર થાય છે ખુવાર,
બહુ અઘરું છે નશા ના ભંવરને પાર કરવો
નશો ન કરવાના ‘નશા’ને રાખવાનું છે બરકરાર.