નો સ્મોકિંગ
નો સ્મોકિંગ
બે હોંઠ વચ્ચેથી નીકળતી ધૂમ્રસેરને જોતો રહ્યો હું,
બધી જ ચિંતાઓને બસ એમજ, ફૂંકતો રહ્યો હું.
ભરીને ઊંડો કશ, યાદ કરી વ્યથાઓને,
ઊડાડું બહાર જ્યારે, વિચારોને ખોતો રહ્યો હું.
ઉદાસ મનને ખુશી આપે, ચીજ એ શોધતો રહ્યો હું,
અલગ એની દુનિયામાં પ્રવેશી,જાણે "હું", નો'તો રહ્યો હું.
બુઝાતી આગને ફૂંકી મારી, વધુ બાળતો રહ્યો હું,
ખાલી શીતળતા નામની, અંદરથી સળગતો રહ્યો હું.
હશે કોઈ વ્યસન, દુનિયાની નજરે, સુખ તેમાંજ ગોતતો રહ્યો હું,
ગણી શાન તેનેજ જીવનની, હોંશથી રોજ પીતો રહ્યો હું.
થયું મોડું, સમજાયું જ્યારે, હસી ને રડતો રહ્યો હું,
જોઈને અંત જીવન તણો, રોજ રોજ મરતો રહ્યો હું.
ન પીશો, ન પીવા દેશો, નથી કાંઈ બીજું, પણ વિષપાન,
ઝેર છે આ ધીમું, ન કરશો કદી ધુમ્રપાન.
વાત સીક્રેટ છે છતાં, જોરથી કહેતો રહ્યો હું,
ટુ બ્લોક યોર રીગ્રેટ્સ, પ્લીઝ ડુ નોટ સ્મોક સિગ્રેટ્સ.