નમતો નમો રાજઘાટે
નમતો નમો રાજઘાટે
છે લડવૈયા નવયુગના મોદી
ન ખપે હવે જગે પાછા પડવું,
દિલ્હી દરબારે સેવક નાયક ભેરું
મંત્ર, મૈત્રી સભર વ્યવહારે ધનેરું,
છે નામ નરેન્દ્ર, મંગલ મે દિન
શપથ જ વતન નિષ્ઠા, શુભ સૌનું,
વડનગરી ગુર્જરી ભોમ મહાભાગી
નમતો જ નમો રાજઘાટે ત્યાગી,
હૈયે એના મા ગંગાની આરત
સ્વપ્ન સુહાનું હો ભવ્ય ભારત,
સ્વચ્છ ભારત અભિયાન જ ન્યારું
બાપુ ગાંધીનું સ્વપ્ન જ પ્યારું,
ગર્વ ધરે વિશ્વે ગુજરાતી છૈયો
સુશાસન લલકારે છવાયો સવૈયો,
અડગ મનોબળ જન કલ્યાણી ભક્તિ
પ્રાથું ભારત મૈયા, દેજો દિવ્ય શક્તિ.
