નિયતિ
નિયતિ
હાથમાંથી રેતી જેમ સરી ગઈ,
જીવનનું ધ્યેય સાથે લેતી ગઈ,
તું ગઈ મારા જીવનમાંથી ને,
મારી આંખોનું નૂર લેતી ગઈ,
બહાર આવીને ચાલી ગઈ,
નિયતિનો ક્રમ સમજાવી ગઈ,
સુખ પછી દુઃખ ને,
દુઃખ પછી સુખ,
જીવનની ઘટમાળ,
મને બરાબર તું સમજાવી ગઈ.
