STORYMIRROR

Bharat Thacker

Drama Inspirational

3  

Bharat Thacker

Drama Inspirational

નિશાન ચૂક માફ, નહી નીચું નિશાન

નિશાન ચૂક માફ, નહી નીચું નિશાન

1 min
2.0K




મારવો તો મીર મારવો એમા છે શાન,

નિશાન ચૂક માફ પરંતુ નહી નીચું નિશાન,


પ્રભુએ આપ્યુ છે અદભુત જીવન,

ઊંચુ ધ્યેય રાખવુ છે જીવનનુ બહુમાન,


માનવ જીવન મળે છે બહુ મુશ્કેલીથી,

નિશાન ઊચા તાકીયે તો જીવન બને જાજરમાન,


કિનારે રહીને છબછબિયાં કરવા એ છે બુઝદિલી,

જંવામર્દીથી અપનાવો ઊંચા ધ્યેયનુ સુકાન,


પ્રામાણિક પ્રયત્નો પણ જાય કદાચ નિષ્ફળ,

નિષ્ફળતાના ડરથી ના કરો નીચા ધ્યેયનુ સમાધાન,


હિંમત કરો તો કુદરતનો મળી રહે છે સાથ,

જીવનને બનાવો ઉચા નિશાનનું ગૌરવ ગાન.




Rate this content
Log in

Similar gujarati poem from Drama